અનુભવી આનંદમા બ્રહમ રસના ભોગી રે, જીવન મુક્ત જોગીયા અંતર અરોગી રે.....

જે શિખે જે સાંભળે ત્રિપુટીને તાને રે, મનનુ ક્રુત્ય તે મન લગી આસત્ય માને  રે....

જહા લગી જગ વિસ્તર્યુ મ્રુગ ત્રુષ્ણા પાણી રે, તેમા મોહ પમે મહા મુની  સ્વપ્નુ પ્રમાણી રે....
જે વડે જગત છે તેને કોઇ જાણે રે, મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે...


(સત્સંગના માં સમાન સદ્દગુરુ મુક્તાનંદ સ્વામીનૉ જન્મ સવંત ૧૮૧૪ ને મહા  સુદ પાચમના રોજ માતા રાધાબા અને પીતા આનંદ રામને ત્યા થયો હતો. સ્વામી સંસારનૉ ત્યાગ કરવા જાણીને ગાંડાની જેમ વર્ત્યા, ઘેરથી રજા મળતા સાચા સદગુરુની શોધમા ખુબ ફર્યા, અંતે નિરાશ થઇ ઝાડ પરથી શરીર પડતુ મુકી આત્મહત્યા કરવાના વિચર સાથે ઝાડ પર ચડ્યા ત્યારે આકાશ વાણીએ સરધાર જવનૂ કહ્યુ. પછી સરધાર માં તુલસીદાસ વૈરાગીની જગ્યામાં રહ્યા. થોડા સમય બાદ ત્યાં રામાનંદ સ્વામી આવતા તેમને શરણે થયા.)

કિર્તનમાં બ્રહ્મરસને મન ભર પી ને બેઠેલા સ્વામી પોતની  અનુભવ વણી વહેતી મુકે છે.
કિર્તનની રચના નુ મુળ સંત મુળદાસના ભજન "અનુભવી ને એકલુ આનંદમા રહેવુ રે..."મા જણાય છે. જે બ્રહ્મ રસને પીવે છે તે સદા આનંદમાં રહે છે. તેવા જીવન મુક્ત મહાપુરુષનુ જીવન સદા નિરોગી થઇ જાય છે.

સમગ્ર માનવ જાત ત્રણ ગુણ-સત્વ રજ અને તમ-ની ત્રીપુટીમાં રમે છે જયારે મહા પુરુશો  ત્રીપુટિ તોડી બ્રહ્મ ગગનમાં વિહરે છે. માનવ જીવનની અનેક ભુમીકાઓ છે, વિષયમાં લોલુપ્ત લોકો દેહની ભુમીકામાં જીવે છે, મનૉવિગ્જ્ઞાનીઓ-ફ્રોઇડ, એરિસ્ટોટલ, પ્લેટૉ- વગેરે મનની ભુમીકામાં રમે છે વેદાન્તીઓ આત્માની ભુમીકામાં જીવે છે, જ્યારે મહાપુરુશો દરેકથી પર પરમાત્માના સમીપ્યમા જીવે છે.

ગોપાળાનંદ સ્વામી વતોમાં લખે છે "કાળૉ કાંકરો અને ધોળો કાંકરો એમ બે કાંકરા અને સોનાની લગડી પાસે પડ્યા હોય તો મન કાંકરામાં લલચાય" એટલે કે શરીરમાં બંધાય પણ આત્મામાં પણ બંધાય.

આવા સંતો પણ સમાજમાં રહે છે પરંતુ સમાજના વિક્ષેપો તેના મન પ્રદેશથી ઉપર જઇ શક્તા નથી. તે મનના તમામ ક્રુત્યોની અસારતા સારિ રીતે સમજે છે. જ્ઞાની-વિજ્ઞાનીઓ જગતની રચના-રહસ્યો જાણવા મથે છે જ્યરે સ્વામી કહે છે કે અનૂભવી મહાત્મા તો ગુરુ આજ્ઞામા અલમસ્ત થઇ પ્રભુના સુખે સુખિયા થાય છે.  કિર્તનના બિજા ત્રણ પદ પણ આવા મરમી છે.
Youtube Link:
https://www.youtube.com/watch?v=iZznYQTgMNc
https://www.youtube.com/watch?v=XFI_lAQf7-g

Anubhavi Anand Maa Govind Gave Re S G Muktanand Swami

https://www.youtube.com/watch?v=OID8cFurlj0

-જય સ્વામિનારાયણ)

Post a Comment

 
Top